એ માં-બાપ હવે ઘરડા થતાં જોયાં.
*રોજ બરોજ ઓછું ખાતા થયા ,ને તબિયત સારી છે,કહી ફોન પર વાત આખી છુપાવતાં જોયાં.
*તંદુરસ્તી ના હજારો નિયમ અમને સમજાવતા જોયાં, ને પોતાની પરહેજી ની સંખ્યા વધારતા જોયાં.
*અડદ ની દાળ વાયડી છે, એમ ગણગણાવતા જોયા, ને દૂધી તુંરિયા ને મગદાળ ને વ્હાલ કરતા જોયાં.
*ઢીલા થયેલા કપડાં ને ટેભા મારતાં જોયાં
ને ઘરના ખૂણે બચાવેલી મૂડી ને અમારી જ મુઠ્ઠીમાં સંતાડતા જોયાં.
*કોઈ ના શોક સંદેશાઓ ના સમાચારથી ગભરાતા જોયા,પાનખર ની પાળે પરસેવા ને પંપાળતા જોયા.
*દરવર્ષે પોતાની બેંકમાં જતા જોયા,
પોતાના જીવંત હોવાના દાખલા બેસાડતા જોયા
*ફિક્સ ડિપોઝીટ રીન્યુ કરાવતા જોયા.
બચત એમની અમારી માટે બચાવતા જોયા.
*રૂપિયા અમારી પાસેથી લેતા ખચકાતા જોયાં
જરૂરી ઓપરેશન ની તારીખો બદલાવતા જોયાં
*વસ્તુઓ આઘી પાછી મૂકીને ભૂલી જતાં જોયાં
પછી એને જ શોધવામાં ઘર આખું ખૂંદી વળતા જોયા.
*એકજ વાતો ને વારે વારે દોહરાવતાં જોયા
ચાલીશ ના થયા તો પણ અમને બાળક માનતા જોયા, સમજણ ના પાઠ જિંદગી ભર સમજાવતા જોયાં.
*મોટા તહેવારો માં દોડી ને દરવાજે રાહ જોતા જોયા, ને આવીએ તો માં રસોડે ને પપ્પા બજારે જતા જોયા.
*સંતાનો થી છુપાઈને ઢગલો આસું વહાવતા જોયા, પણ પૌત્ર પૌત્રી ને ખોળે પાંપણ પલાળતા થયા.
*નહોતું ખાનપાન કે માન નું ભાન અમને,
સમય ના સરનામે હવે માં બાપ ને પાનખર થતાં જોયા.
'આપની રાધા'