ઉંબરો છોડી હારમાં બેઠા
મૃત્યુના ઇન્તજાર માં બેઠા
સાંજે બેઠા..સવાર નાં બેઠા
માત્ર તારા વિચાર માં બેઠા
તોય અંકબંધ મારી એકલતા
જઈ ભલે ને અમે હજારમાં બેઠા
જગમાં આવ્યા તો એમ લાગ્યું
જાણે કે કોઈ કારાગારમાં બેઠા
જેને મળવું હોઈ તે મળી લે
આ અમે તો બજારમાં બેઠા
સાદ પાડશે અને ઉઠી જઈશું
ક્ષણ ની પણ આરપાર માં બેઠા
એક આછા ઉજાશ ની આશ
લઈ અમે અંધકાર માં બેઠા
..................સોનલ "અંશ"